જામનગરના સહિયર નવરાત્રિ મહોત્સવમાં સાંસદ પૂનમબેન માડમ ‘ઓપરેશન સિંદૂર’ ના તાલે ગરબે ઘૂમ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ સપ્ટેમ્બર ૨૫, જામનગરના એમ.પી. શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં રંગતાળી ગ્રુપ આયોજિત સહિયર નવરાત્રિ મહોત્સવમાં ગઈકાલે રાત્રે સંસદસભ્ય પૂનમબેન માડમે ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં ભારતે તેની તાકાતનો પરચો બતાવી દીધો, તેવા ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં વડાપ્રધાન મોદીજીનો ઓપરેશન સિંદૂર ગરબો વાઈડ સ્ક્રીન પરથી પ્રસાર કરવા સાથે સંસદસભ્ય પૂનમબેન માડમ સહિયરની બહેનો અને ખેલૈયા ભાઈઓ-બહેનો સાથે ગરબે ઘૂમ્યા હતાં.સંસદસભ્ય પૂનમબેન માડમે બેટી બચાવો, બેટી પઢાઓ, બેટી બઢાવોના સૂત્રના થીમ સાથે દીકરીઓને ભણાવવા માટેના સેવાયજ્ઞ સાથે નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવા બદલ રંગતાળી ગ્રુપના આયોજકો અને તેમની સમગ્ર ટીમને બિરદાવી અભિનંદન આપ્યા હતાં. સંસદ સભ્યની સાથે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા પણ ઉપસ્થિત રહ્યા હતાં. જે તમામ મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલૈયાઓને ઈનામો પણ અપાયા હતા.