જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દીવર્ષે વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી કરાશે
-
વિજયાદશમી ને અનુલક્ષીને તા.૨-૧૦-૨૦૨૫ થી તા ૫-૧૦-૨૦૨૫ સુધી સમગ્ર હાલારમાં જુદા જુદા ભવ્ય કાર્યક્રમો યોજાશે
-
“સંધ દર્શન “કરવાના ભાગ રૂપે શારીરિક, બૌદ્ધિક, સંચલન, શસ્ત્ર પૂજન, ધોષ (બેન્ડ) વગેરે નિહાળવા રાષ્ટ્ર પ્રેમી લોકોને અપીલ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ સપ્ટેમ્બર ૨૫, વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કે જે ૧૦૦ વર્ષ ,શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, અને પુરા ભારતમાં ઉજવાઇ રહ્યું છે ત્યારે રાષ્ટ્રાય સ્વાહા ઈદમ નમઃ અને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ, મેં નહિ તુ નું સૂત્ર સાર્થક થશે.સૌરાષ્ટ્ર પ્રાંત તેમજ હાલારના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં તાલુકા, જિલ્લા મહાનગર, નગર ઉપર નગર,ના સ્તરે જુદા જુદા ભવ્ય કાર્યક્રમો, વિજયાદશમી ઉત્સવ જાહેર શારીરિક કાર્યક્રમો જેવા કે દંડયોગ , આસન , સમતા, વ્યાવ્યામયોગ,વિવિધ સ્વદેશી રમતો, નું જાહેર પ્રાત્યક્ષીત, ગીત ,અમૃતવચન, બૌદ્ધિક ભવ્ય કાર્યક્રમો ઘોષ (બેન્ડ વાજા) ભવ્ય આકર્ષણ, પૂર્ણ ગણેશમાં સ્વયંસેવકોનુંપથસંચલન(રૂટ માર્ચ). શસ્ત્ર પૂજન વગેરે જુદા જુદા કાર્યક્રમો દ્વારા શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો યોજાનાર છે, સંઘ દર્શન કરવામાટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ઉપનગર સહ-વિજયાદશમી ઉત્સવ ની યાદી પ્રમાણે ગાયત્રી ઉપનગરમાં તા.૦૨-૧૦-૨૦૨૫, ગુરુવાર ના સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન સરલાબેન ત્રિવેદી ભવનની સામેના મેદાનમાં યોજાશે.જ્યારે સરદાર પટેલ ઉપનગર માં તા. ૦૨-૧૦-૨૦૨૫, ને ગુરુવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન વિ.એમ. મહેતા કોલેજ ખાતે યોજાશે. જ્યારે અન્નપુર્ણા ઉપનગરમાં તા.૦૨-૧૦-૨૦૨૫, ગુરુવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન લાલવાડી પટેલ સમાજ એ સ્થળે યોજાશે.ઉપરાંત સિદ્ધનાથ ઉપનગરમાં તા.૦૪-૧૦-૨૦૨૫, શનિવારના સાંજે ૬.૦૦ થી ૭.૩૦ દરમિયાન પ્રાથમિક શાળા મેદાન, સરદારની પ્રતિમા પાસે, વિભાપર ખાતે યોજાશે.અને શ્રી રામ ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫, રવિવારના સાંજે ૪.૦૦ થી ૬.૩૦બેડી બંદર રોડ, દ્વારકાધીશ ટાઉનશીપ, રવિપાર્ક સામે યોજાશે
રામેશ્વર ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫ ને રવિવારના સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન કષ્ટભંજન હનુમાનજી મંદિર, ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે, યોજાશે.જ્યારે કૃષ્ણ ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫,ને રવિવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમિયાન આણદાબવા આશ્રમ, લીમડાલેન, ખાતે યોજાશે.સાવરકર ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫ ને રવિવારના સાંજે ૪.૩૦ થી ૬.૩૦ દરમિયાન ધન અપૂર્વ ટાઉનશીપ, વાલ્મીકી સમાજ ની સામે યોજાશે. અને ગોકુળ ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫ ને રવિવારના સાંજે ૪.૩૦ થી ૬.૩૦ દરમિયાન સોનલમાં નું મંદિર, શાળા નં.૧૯ ની સામે, યોજાશે.જ્યારે રણજીત ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫ ને રવિવારના:લ સાંજે ૪.૩૦ થી ૬.૩૦ દરમિયાન પ્રણામી મેદાન, જામનગર રણજીતનગર પટેલ સમાજ સામે યોજાશે.વ્રજ ઉપનગરમાં તા.૦૫-૧૦-૨૦૨૫ ને શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન કાલીંદિ ઇન્ટરનેશનલ સ્કૂલ, પટેલ પાર્ક માં યોજાશે.
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં તા.,૨-૫-૨૦૨૫ (૧)જોડિયા (૨)કાલા્વડ તા.૫-૧૦-૨૦૨૫ (૩)ધ્રોલ – (૪)નિકાવા (૫)ઠેબા (૬)લાલપુર (૭) મોટી ખાવડી માં યોજાશે. દેવ ભૂમિ દ્વારકા વિસ્તારમાં તા૨-૧૦-૨૦૨૫ના(૧) જામ ખંભાળીયા તાલુકા, આહીર સમાજની વાળી જડેશ્વર રોડ, સમય સાંજે ૪વાગ્યે, તેમજ તા.૪-૧૦-૩૦૨૫.(૨)દ્વારકા સાંજે ૪ વાગે અનેતા ૫-૧૦-૨૦૨૫ ના(૧) બેટ દ્વારકા સ્વામીનારાયણ મંદિર મેદાન સમય સાંજે ૪ કલાકે, અને (૨) જામ કલ્યાણપુર તાલુકામાં આહીર સમાજની વાડી-ભોગાત ગામમાં સમય સાંજે ૪ કલાકે યોજાશે.ઉપરોક્ત કાર્યક્રમો માં રાષ્ટ્પ્રેમી લોકોએ પરિવાર મિત્ર વર્તુળ સહિત ઉપસ્થિત રહી આ રાષ્ટ્ર પ્રેમના યજ્ઞમાં ઉપસ્થિત રૂપી આહુતિ આપવા અપીલ કરવામાં આવી છે.