જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં ખેતરના ફેન્સીંગમાં ઈલેકટ્રીક શોક મુકવાથી થયેલ ભરવાડ યુવાનના મોતના કેસમાં આરોપી જામીન મુકત
-
ખેડૂતે કાંટાળી વાળમાં ગેરકાયદે વિજ પ્રવાહ ચાલુ કરી દેતા યુવાનનું મોત નિપજયું હતું
દેશ દેવી ન્યૂઝ તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૫ આ કેસની વીગત એવી છે કે, જામનગર ના પસાયા બેરાજા ગામમાં મરણ જનાર ભરવાડ યુવાન પોતાના ઘેટા બકરા ચરાવવા ગયેલ ત્યાં ખેતરના ફેન્સીંગમાં લગાડવામાં આવેલ શોટ લાગી જતા ભરવાડ યુવાનનું ઘટના સ્થળેજ મૃત્યુ થયેલ જે અંગેની ફરીયાદ મરણ જનારના ભાઈ દવારા આરોપી કનુભા ઉર્ફે ભીખુભા રામશંગ રાઠોડ વિરૂધ્ધ જામનગર પંચકોશી “એ” ડીવીઝનમાં ફરીયાદ આપતા આરોપી સામે બી.એન.એસ ની કમલ ૧૦૫ મુજબ ગુનો નોંધેલ અને કનુભા ઉર્ફે ભીખુભા રામશંગ રાઠોડ ની ધરપકડ કરવામાં આવી હતીઉપરોકત ગુનાના અનુસંધાને આરોપી કનુભા ઉર્ફે ભીખુભા રામશંગ રાઠોડે તેમના વકીલ અશોક એચ. જોશી મારફત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી અને એવી રજુઆત કરેલ કે અરજદારને હાલના ગુનાના કામે ખોટી રીતે સંડોવેલ છે ફરીયાદ મુજબનો કોઈ પ્રથમ દર્શનીય કેસ નથી તેમજ આરોપી પસાયા બેરાજા ગામના કાયમી રહેવાશી છે જેથી નાશીભાગી જવાનો પ્રશ્ન નથી અને તે તમામ સંજોગો જોઈને આરોપીઓને જામીન ઉપર મુકત કરવા જોઈએ તેવી દલીલ કરેલ ઉભયપક્ષોની દલીલો સાંભળી જામનગરના એડી. સેશન્સ જજ સાહેબે ટી.વી. જોશી શાહેબે આરોપીઓ ને રૂા. ૧૫,૦૦૦/- ના જામીન પર મુકત કરવા હુકમ કરેલ.આ કેસમાં આરોપી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી અશોક એચ. જોશી , મોશીન એચ.ખારા પ્રદીપભાઈ મકવાણા , સઈદ રુન્જા તથા જયોતી બી. પરમાર રોકાયેલ હતા.