જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા આપઘાત
-
પિતાએ પૈસા બાબતે ઠપકો આપતા હોસ્ટેલમાં જ ગળેફાસો : પરિવાર મેવાણથી દોડી આવ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬, સપ્ટેમ્બર ૨૫ જામનગર ની મેડિકલ કોલેજ માં અભ્યાસ કરતા એક તબીબી વિદ્યાર્થી એ આજે ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લીધી હતી.જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિવેક રણછોડભાઈ પરમાર નામના ૨૧ વર્ષ ના સતવારા યુવાને આજે પોતાની મેડિકલ કોલેજ ના હોસ્ટેલ ના રૂમ માં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા જ મેડિકલ કોલેજ ના અધિકારીઓ અને પોલીસ કાફલો બનાવ ના સ્થળે દોડી ગયો હતો.વિદ્યાર્થીના પરિવારને જાણ કરતા જ તેમના પરિવારજનો પણ જામનગર દોડી આવ્યા હતા. પિતાએ પૈસા બાબતે ઠપકો આપતા માઠું લાગી આવતા તબીબી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. મળતી માહિતી મુજબ આ તબીબી યુવાન દ્વારકા પંથક નો છે. અને વર્ષ ૨૦૨૩ ના બેચ નો વિદ્યાર્થી હતો.