જામનગર : નવરાત્રીના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લોખંડી સુરક્ષા વ્યવસ્થા

0
1605

જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લોખંડી સુરક્ષા વ્યવસ્થા

  • ઘોડેશ્વર પોલીસમેન, મહિલા “સી” ટીમ – ટ્રાફિક સેલ સહિતની પોલીસ ટુકડી તહેનાત : ચેક પોસ્ટ પર કડક ચેકિંગ; લોક જાગૃતિના બેનરો લગાવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ સપ્ટેમ્બર ૨૫, જામનગર શહેર અને જિલ્લામાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચે નહીં તે માટે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા ખૂબ જ તકેદારી રાખવામાં આવીવ રહી છે, અને સમગ્ર જિલ્લાભરમાં અલગ અલગ પોલીસ ટુકડીઓને દોડતી કરી દેવામાં આવી છે, અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. જેને લઈને શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી મહોત્સવના દિવસો પસાર થઈ રહ્યા છે.રાજકોટ રેન્જ ના અશોકકુમાર યાદવ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ની અધ્યક્ષતા હેઠળ નવરાત્રી તહેવારના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા અંગે માઉન્ટેન્ડ યુનિટ, મહિલા ’’સી’’ ટીમ અને જામનગર જિલ્લા પોલીસ દ્વારા લોકોમાં જન જાગૃતિ માટે ગરબા સ્થળે પોલીસ હેલ્પ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ, નશામુક્તિ અંગે, સાયબર ક્રાઇમ, મહિલા સુરક્ષા જેવા વિવિધ વિષયો અંગેના ગરબા સ્થળે પોસ્ટર/બેનરો તથા વિડીયો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.જિલ્લામાં પોલીસના સજ્જડ બંદોબસ્ત ની સાથે સાથે ઘોડેશ્વર પોલીસ વગેરે સધન પેટ્રોલિંગ કરી રહ્યા છે. સાથોસાથ સાયબર ક્રાઇમ ને લગત વિષયની જાણકારી ના ભાગરૂપે લોક જાગૃતિના બેનર તથા વિડિયો ક્લિપ પ્રસારિત કરીને લોકજાગૃતિના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. જેથી જામનગર જિલ્લામાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ની વચ્ચે નવરાત્રી મહોત્સવ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે.