જામનગર : ભલસાણ બેરાજા ગામના મહિલા સરપંચના પતિ અને વચેટીયો લાંચ લેતા રંગેહાથ પકડાયા

0
2291

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ભલસાણ બેરાજા ગામ ના સરપંચ ના પતિ સહિત બે લાંચ લેતા ઝડપાયા

દેશ દેવી જામનગર તા. ૧૯, સપ્ટેમ્બર સ્પ     જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના ભલસાણ બેરાજા ગામ ના સરપંચ ના પતિ વતી રૂ.૭૫ હજાર ની લાંચ ની રકમ સ્વીકારનાર ને લાંચ રુશ્વત વિરોધી શાખા ના સ્ટાફ ઝડપી પાડી સરપંચ ના પતિ અને લાંચ સ્વીકારનાર બંને સામે ગુનો નોંધી પોલીસે બંને ની ધરપકડ કરી છે.આ કામ ના ફરીયાદી ની ભલસાણ-બેરાજા ગામમાં બેલાની ખાણ લીઝ ઉપર ચાલતી હોય, તેઓને બેરાજા ગામ માં ચાલતા ખાણના ધંધામાં બેરાજા ગ્રામ પંચાયત કચેરી તરફ થી કોઇ ખોટી હેરાનગતી ન થાય તે માટે ભલસાણ બેજારા ગામના મહિલા સરપંચ ના પતિ દીનશેભાઇ તેજાભાઇ જેપાર એ રૂ.૭૫ હજાર ની લાંચ ની રકમ ની માંગણી કરી હતી. અને તે રકમ સરપંચ ના પરિચિત હમીરભાઇ દેવરાજભાઇ સોલંકી, ને આપી દેવા જણાવતા ખાણ ના લીઝ ધારકે લાંચ રુશ્વત વિરોધી શાખા માં ફરિયાદ કરતા આજે કાલાવડ તાલુકા ના માટલી ગામ નજીક ટ્રેપ ગોઠવવામાં આવી હતી.જેમાં લાંચ ની રકમ સ્વીકારતા જ પોલીસ ત્રાટકી હતી અને હમીર સોલંકી ને લાંચ સ્વીકારતા જ રંગે હાથ ઝડપી લીધી હતી. પોલીસે સરપંચ પતિ અને તેના વતી લાંચ લેનાર બન્ને સામે ગુનો નોંધી બન્ને ની ધરપકડ કરી હતી.આ કામગીરી લાંચ રિશ્વત વિરોધી શાખા ના પોલીસ ઇન્સ. આર.એન.વિરાણી તથા સ્ટાફ દ્વારા કે.એચ.ગોહિલ, (મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ) ના સુપરવિઝન હેઠળ કરી હતી.