જામનગરમાં GIDC સામેના સાંઢીયા પુલ પાસે GST ની સ્કોર્ડ ત્રાટકી : માલ સામાન જપ્ત

0
5707

જામનગરમાં GIDC સામેના સાંઢીયા પુલ પાસે જીએસટી ની સ્કોર્ડ ત્રાટકી : અનેક વાહનો ને આંતરિ માલ સામાન જપ્ત કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૬ સપ્ટેમ્બર ૨૫, જીએસટી વિભાગ ની અમદાવાદ ચેકીંગ સ્ક્વોડ ની ટીમ આજે જામનગર ના બ્રાસ ઉદ્યોગ ના ધંધાર્થી ઓ ઉપર ત્રાટકી હતી. અને રસ્તા ઉપર થી બ્રાસપાટ નો માલ ભરીને પસાર થતાં ૮ થી ૯ વાહનો ને રોકી ને તેમનો માલ સામાન જપ્ત કર્યો હતો. આ સમયે ઉદ્યોગ એસોસિયેશનના આગેવાનો રજૂઆત માટે દોડી ગયા હતા.અમદાવાદ થી જીએસટી વિભાગ ની ટુકડી આજે ચેકિંગ માટે જામનગર આવી પહોંચી હતી. અને જીઆઇડીસી ફેસ ૨ અને ૩ સામે ના વિસ્તાર માં સાંઢીયા પૂલ પાસે થી બ્રાપાર્ટસ નો માલ ભરી ને પસાર થતા છકડો રીક્ષા સહિતના આઠ થી નવ વાહનો ને રોક્યા હતા. અને ૧૩૬ ટકા ની પેનલ્ટી ની રકમ ની માંગ કરી હતી. જેમાં વેપારીઓને ચેકિંગ વચ્ચે રકઝક થતા તમામ વાહનો માં ભરેલો બ્રાસપાર્ટ નો માલ સામાન જપ્ત કર્યો હતો.આ અંગેની જાણ થતા જ ઉદ્યોગકાર એસોસિએશન ના આગેવાનો દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી કે આ અર્ધ ફિનિશ માલ.છે.પરંતુ ફિનિશ કે તૈયાર માલ નથી .પરંતુ તેમની રજૂઆતો ધ્યાને લેવામાં આવી ન હતી.