જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલત માં ૬૯૩૪ કેસોમાં સમાધાન થયું

0
1189

જામનગર જિલ્લા માં યોજાયેલી નેશનલ લોક અદાલત માં એક સાથે ૬૯૩૪ કેસો માં થયું સમાધાન

  • જિલ્લા ની અદાલતો માં મુકાયેલા કેસોના સમાધાનના ભાગરૂપે ૧૬ કરોડ ૯૬ લાખ માં સેટલમેન્ટ થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ સપ્ટેમ્બર ૨૫, જામનગર જિલ્લામાં માં ગત શનિવારે લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની અદાલતોમાં સમાધાન માટે ૧૪૮૬૫ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં ૬૯૩૩ કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ ૧૬ કરોડ ૯૬ લાખ નું સેટલમેન્ટ થયું છે.નાલ્સાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લામાં તા ૧૨.૯.૨૦૨૫ અને શનિવાર ના રોજ લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ ૧૪૮૬૫ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રિ-લીટીગેશન ના ૯૪૯૯ , લોક અદાલત ના ૨૨૪૩ કેસ જ્યારે સ્પેશિયલ સીટીંગના ૩૧૨૩ નો સમાવેશ થાય છે. જે પૈકી એકીસાથે ૬૯૩૩ કેસોમાં સમાધાન થયું હતું. જામનગર જિલ્લાની કુલ તમામ લોક અદાલતોમાં રૂબરૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ ૧૬,૯૬,૭૩૬ રૂપિયા ના સેટલમેન્ટ થયા હતા.