જામનગર ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં બે ભાઈઓ અને બનેવી પર સશસ્ત્ર મારામારીમાં ૬ સામે ગુનો નોંધાયો

0
5640

જામનગર ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં બે ભાઈઓ અને બનેવી સહિત ત્રણ વ્યક્તિ પર હુમલા અંગે છ શખ્સો સામે ગુનો નોંધાયો

  • આરોપી :- (૧) અજાણ્યો ટ્રક નો ડ્રાઇવર (૨) અજાણ્યો ટ્રકનો ક્લીનર (૩) વલીમામદભાઇ સફીયા (૪) અઝીજભાઇ સફીયા (૫) જાફરભાઇ સફીયા નં.(૬) અલારખાભાઇ સફીયા રહે બધા જામનગર 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ સપ્ટેમ્બર ૨૫ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે એક ટ્રકમાંથી ઘઉંનો જથ્થો ઉતારવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી, અને બે ભાઈઓ અને તેના બનેવી ઉપર છ શખ્સોએ ધારીયા- પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી ઘાયલ કરી દીધા હતા, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં આદિત્ય પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા મહેબુબ રફીકભાઈ ઝખરા નામના શ્રમિક યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મોટાભાઈ અમીર હુસેન રફિકભાઈ તેમજ બનેવી સુલતાન ઇકબાલભાઈ ભાયા ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી નાખવા અંગે ના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.ફરીયાદી યુવાન અને તેનો ભાઈ તથા બનેવી ત્રણેય ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની દુકાનની બહાર ઊભા રાખેલા ટ્રકમાંથી ઘઉંનો જથ્થો ઉતારતા હતા.જે દરમિયાન એક ટ્રક ચાલક ત્યાં આવ્યો હતો, અને ટ્રક આડો મૂકી દેતા ઘઉં ઉતારવામાં તકલીફ પડી રહી હતી, જે ટ્રક વાળા ને કહેવા જતાં ટ્રક ચાલક અને ક્લીનર વગેરે ઉસકેરાઈ ગયા હતા, જે બંને હુમલા પર ઉપરાંત વલીમહમદભાઈ સફિયા, અજીજભાઈ સફીયા, જાફરભાઈ સફિયા અને અલારખાભાઈ સફિયા વગેરે ૬ હુમલાખોરોએ ધારિયા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા હતા, જેથી ત્રણેયને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ હુમલા ના બનાવ અંગે તમામ છ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.