જામનગર : ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ઘરણાં- પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

0
1527

જામનગરના લાલ બંગલા સર્કલમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ઘરણાં- પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

  • કોંગ્રેસ અને આરજેડી ના મંચ પરથી ભારતના પ્રધાનમંત્રી ના દિવંગત માતાજી પ્રત્યેના અપમાનજનક ટિપ્પણીનો વિરોધ દર્શાવવા ધરણાં યોજાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ સપ્ટેમ્બર ૨પ, જામનગરના લાલ બંગલા સર્કલમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતાજી પ્રત્યેના કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી નેતાઓ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક અને અશોભનીય ટિપ્પણી નો તીવ્ર વિરોધ દર્શાવવાના ભાગરૂપે આ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારીની રાહબરીમાં યોજાયેલા ધરણા પ્રદર્શનના કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ મેયર અને પવનહંસ ના ડાયરેક્ટર અમીબેન પરીખ, ઉપરાંત શહેર ભાજપના અન્ય મહિલા કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગિયા તથા અન્ય મહિલા અગ્રણીઓ આ ધરણાં પ્રદર્શનના કાર્યક્રમમાં જોડાયા હતા, અને હાથમાં વિવિધ બેનર- પોસ્ટર દર્શાવીને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી વગેરે સામે વિરોધ પ્રગટ કર્યો હતો.