જામનગરમાં લાલપુર બાયપાસ વિસ્તારમાંથી નવજાત શિશુ (ભ્રુણ ) નો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું
-
કોઈ અજ્ઞાત સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દીધાનું અનુમાન લગાવી માતાની શોધખોળ
-
સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલ CCTV કેમેરામાં કેંદ થઇ જતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ સપ્ટેમ્બર, ૨૫ જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આવેલ એક સોસાયટીમાંથી આજે વહેલી સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે.સોસાયટીના એક રહી છે પંચકોશી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃત શિશુનો કબજો સંભાળ્યો છે, અને બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી હતી અનેમાતા સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેંદ થઈ જતાતેની શોધખોળ આદરી છેઆ બનાવની વિગત એવી છે કે જામનગરનાલાલપુર બાયપાસ પાસે આવેલ એક સોસાયટીમાં એક નિર્જન સ્થળે નવજાત શિશુરોડ પર તે ત્યજી દીધેલ અવસ્થામાં પડ્યું હોવાની માહિતી સોસાયટીના એક નાગરિકે પોલીસને આપી હતી.જેથી પોલીસ તંત્ર ત્યાં દોડી જઇ મૃત ભ્રુણનો કબ્જો મેળવી તેને હોસ્પિટલ ખસેડયું હતું નવજાત ભ્રુણને ત્યજી દીધાની ઘટના વાયુવેગે પ્રસરી જતા દયા વિહીન માતા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. બાળકને ત્યજી દેનાર માતાને શોધવા માટે પંચકોશી બી. ડિવિઝન ની પોલીસ ટુકડી કામે લાગી છે, અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે