જામનગરના વિકાસ ગૃહ ની બહાર મુકાયેલા અનામી પારણાં માં કોઈ નવજાત શિશુને તરછોડી જતાં બાળકને બચાવી લઈ હોસ્પિટલમાં ખસેડાયું
-
બાળ કલ્યાણ સમિતિની ટીમ દ્વારા બાળકની જી.જી. હોસ્પિટલમાં સધન સારવાર કરાવાઈ: બાળકની તબિયત હાલ સુધારા પર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ ઓગસ્ટ ૨૫, જામનગરમાં વિકાસગૃહ સંસ્થાની બહાર અનામી પારણાંમાં ગઈકાલે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા એક નવજાતિ શીશુ (બાબા) ને ત્યજી દેવાયું હતું, અને બાળક ખૂબ જ ગંભીર હાલતમાં હતું.આ અંગેની જાણકારી મળતાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન એડવોકેટ ભાવિન ભોજાણી અને તેઓની ટીમ તુરતજ ત્યાં દોડી ગઈ હતી, અને બાળકનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાવ્યું હતું. જેને બાળકોના વિભાગમાં દાખલ કરીને વેન્ટિલેટર પર રખાયું હતું, અને તબીબો ની ટીમ દ્વારા તેની સઘન સારવાર કરાયા બાદ હાલ બાળક ની તબિયત સુધારા પર છે. અને તેની સતત દેખરેખ રખાઈ રહી છે.