જામનગર સહિત રાજ્યના ૧૧૮ પીએસઆઇ ની આંતરિક બદલી નો ગંજીફો ચિપાયો
-
અમદાવાદ ગ્રામ્યથી વાળા મીનાબા જામનગર અને ભાવનગરના હરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (હરુભા ) ની મોરબી મુકાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૯ ઓગસ્ટ ૨૫ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જામનગર જામનગરના પાંચ અને દેવભૂમિ દ્વારકાના બે પીએસઆઇ સહિત સહિત રાજ્યના ૧૧૮ નીબદલીનો ગજીફો ચિપાયો હતોગુજરાત પોલીસમાં મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે. રાજ્યના પોલીસવડા દ્વારા 118 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.જામનગરના ગોહિલ પાર્થકુમાર વિનોદભાઈ ને બનાસકાઠાં, જાડેજા રૂદ્રર્સિહ પ્રભાતસિંહ ને પશ્ચિમ કચ્છ , ગઢવી સંજયદાન ઇશ્વરદાનને ખેડા ,અકવાલિયા પ્રિયા મયુરને ગાંધીનગર , સગાડા શિતલબેન છગનભાઈ cid crime ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાવસાવા રાજેશ ગણપતભાઈને નવસારી ,જોષી રાજેશ વીરજી ને પશ્ચિમ કચ્છ ભૂજ મુકવામાં આવ્યા છે.