જામનગરમાં મેહુલ નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે બે વર્ષનો બાળક ફ્લેટમાં અંદર પુરાયો
-
ફાયર બ્રિગેડની ટુકડીએ અગાસી પરથી નીચે બાલ્કની માં ઉતરી બાળકને સહી સલામત બહાર કાઢી લીધો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ઓગસ્ટ ૨૫, જામનગરમાં મેહુલ નગર નજીક વ્રજ રેસીડેન્સી ના ત્રીજા માળે રહેતા વિશાલભાઈ જાસોલીયા નો બે વર્ષનો પુત્ર અંશ કે જે આજે બપોરે ચારેક વાગ્યે પોતાના ઘેર એકલો હતો, અને રૂમનો દરવાજો લોક થઈ ગયો હતો, જેથી બુમાબુમ કરી મૂકી હતી.પરિવારજનો ફ્લેટની બહાર હતા અને દરવાજો અંદરથી લોક થયો હોવાથી દરવાજો ખુલી શક્યો ન હતો, જેથી આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આથી ફાયર શાખાના રાકેશ ગોકાણી પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને એપાર્ટમેન્ટની અગાસી પર દોરડું બાંધી ત્રીજા માળે ફ્લેટની બાલકની અંદર ઉતર્યા હતા, અને બાલકની નો દરવાજો કે જે ફાઇબર નો હતો, તેને મહેનત કરીને ખોલી નાખ્યો હતો, અને રૂમમાં પુરાયેલા બાળકને સહી સલામત રીતે બહાર કાઢી લીધો હતો. ફ્લેટ નો દરવાજો લોક થઈ ગયો હતો, જે લોક ખોલીને પરિવારજનો ને બાળકનો કબજો શોપી દીધો હતો, જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.