જામનગરના સિક્કાથી જીજી માં સારવાર લેવા આવેલા માતા-પુત્રી એકાએક લાપતા

0
5805

સિક્કા થી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા માતા-પુત્રી લાપતા બની જતા પરિવારજનોમાં ચિંતા : પોલીસમાં ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ ઓગસ્ટ ૨૫, જામનગર નજીક સિક્કા ગામથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા માતા પુત્રી એકાએક લાપતા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. અને સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે. જે બંનેને પોલીસ શોધી રહી છે.આ બનાવ ની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા જયેશભાઈ લખુભાઈ પરમાર જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને જાહેર કર્યું હતું, કે પોતાની પત્ની હર્ષિતાબેન જયેશભાઈ પરમાર (ઉ.વ.૩૩) તથા તેની ત્રણ વર્ષની પુત્રી હિમાંશી જયેશભાઈ પરમાર કે જે બંને પુત્રીની સારવારના કામ માટે સિક્કાથી ૧૨મી તારીખે જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા.હિમાંશી, કે જેને જન્મજાતથી અસ્થમા ની બીમારી હોવાના કારણે તેની સારવાર કરાવવા માટે માતા-પૂત્રી જામનગર આવ્યા હતા, પરંતુ હર્ષિતાબેન નો મોબાઇલ ફોન એકાએક સ્વીચ ઓફ થઈ ગયો હતો, અને ત્યારબાદ માતા પુત્રી બંને લાપતા બની ગયા હતા.આ બનાવ પછી પતિ જયેશભાઈ પરમાર જામનગર દોડી આવ્યા હતા, અને પોતાની પત્ની અને પુત્રીની અનેક સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે સિટી બી. ડીવીઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી હતી.ઉપરોક્ત ગુમ થયેલ માતા પુત્રીને જામનગર પોલીસ શોધી રહી છે જે કોઈને આ અંગેની જાણકારી મળે તો જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અથવા હનુમાન ગેઇટ પોલીસ ચોકીના એ.એસ.આઈ. હર્ષદભાઈ પરમાર (૬૨૮૯૯ ૮૦૭૧) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.