જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળા નો વિવાદ યથાવત : નિર્ધારિત પ્લોટ ની બહાર લગાવેલી બે રાઈડ સીલ કરાઈ
-
મંજૂરી વિના મેળા મેદાનમાં ઘુસી આવેલી પાંચ રેકડી અને પાંચ હાથથી ચાલતી ચકરડીને પણ બહાર કઢાવાઇ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧, ઓગસ્ટ ૨૫ જામનગર મહાનગરપાલિકા આયોજિત પ્રદર્શન મેદાનનો શ્રાવણી મેળો હજુ શરૂ થયો નથી, પરંતુ તેનો વિવાદ યથાવત રહ્યો છે, અને આજે રવિવારે મેળો પ્રારંભ થવાના દિવસે પણ મેળા બાબતનો વિવાદ યથાવત રહ્યો છે. મેળા મેદાનમાં લગાવેલી બેરાઈડ કે જેના બે સંચાલકોએ નિર્ધારિત જગ્યા કરતાં વધારે જગ્યા વાપરીને મોટી રાઈડ લગાવી હોવાથી તંત્ર દ્વારા બે રાઇડને બહાર કાઢી લેવા માટેની સૂચના આપવામાં આવી હતી, પરંતુ રાઇડ ધારકો દ્વારા તે રાઈડને બહાર કઢાઈ ન હતી.
તે પૈકી ચિલ્ડ્રન રાઈડ ના ત્રણ નંબરના પ્લોટ માં લગાવેલી નાવડી નામની રાઈડ કે જેના પર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા ની ટીમે સાંકળ બાંધી તાળા મારી દીધા છે, અને રાઈડને સીલ કરી છે.
તે ઉપરાંત ચિલ્ડ્રન રાઈડના આઠ નંબરના પ્લોટ માં પણ બ્રેકડાન્સ નામની રાઈડ કે જે નિર્ધારિત પ્લોટ કરતાં વધારે જગ્યામાં લગાવેલી હોવાથી તેને પણ સીલ મારી દેવાયા છે, અને તાત્કાલિક અસરથી બન્ને રાઈડને ખોલીને જગ્યા ખુલી કરી આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખાની ટુકડી રવિવારના દિવસે મેળા મેદાનમાં બંદોબસ્ત માટે ગોઠવાઈ હતી. તેઓના ચેકિંગ દરમિયાન કોઇપણ પ્રકારની મંજૂરી વગર પાંચ રેકડી ધારકો મેળા મેદાનમાં ઘૂસી આવ્યા હોવાથી પાંચ રેકડીઓને બહાર કઢાવાઇ હતી, જ્યારે હાથથી ચાલતી ચાર ચકરડી ને પણ બહાર કઢાવી નાખીવામાં આવી છે, અને કોર્ટના હુકમ અનુસાર હાલ મેળો શરૂ કરાયો નથી. જેનો આખરી હુકમ આવી જાય, ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.


