જામનગરમાં ચાલુ છકડા રીક્ષાએ ચાલકને હૃદય રોગનો હુમલો આવી જતાં કરુણ મૃત્યુ

0
6017

જામનગરના ધરાર નગર વિસ્તારમાં એક રિક્ષા ચાલકને દૂધ આપવા જતી વેળાએ ચાલુ રિક્ષાએ હૃદય રોગનો હુમલો આવી જતાં કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓગસ્ટ ૨૫, જામનગરના ધરાનગર વિસ્તારમાં આજે સવારે એક કરુણ બનાવ બન્યો છે. દૂધ આપવા જઈ રહેલા એક રિક્ષા ચાલકને અચાનક ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે.જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ સંધિ નામના ૫૦ વર્ષથી આઘેડ કે જેઓ રીક્ષા છકડામાં દૂધ આપવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન તેઓને ચાલુ રિક્ષામાં એકાએક હાર્ટ એટેક આવી ગયો હતો, અને ચાલુ રીક્ષા માંથી નીચે પટકાઈ પડ્યા હતા, અને રિક્ષાછકડો પણ આગળ જઈને થંભી ગયો હતો.દરમિયાન તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, અને આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, ત્યારબાદ પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઇસ્માઈલભાઈ ના મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.