જામનગર : લાખાબાવળ ગામના બહુચર્ચિત ગૌચર કાંડમાં ‘કરશન રાજાણી’ જામીન મુક્ત

0
1780

લાખાબાવળની કરોડોની કિંમતી સરકારી ગૌચરની જમીન વેંચી નાખનાર આરોપીને જામીન મુકત કરતી જામનગરની અદાલત

  • કલેકટરના અધ્યક્ષ વાળી લેન્ડ ગ્રેબીંગ કમીટીએ તપાસ કરી અને પોલીસ ફરીયાદ કરવાનો હુકમ કરેલ હતો
  • જામનગરના શખ્સે સ્ટેમ્પ પેપર ઉપર વેંચાણ કરાર કરી અને આ જમીન અન્યને વેંચી નાખી  અને તેમાં બીજા આરોપીઓએ પ્લોટીંગ કરી અને અલગ અલગ વ્યકિતઓને જમીન વેંચી મારેલ
  • આ જ ગુન્હામાં અન્ય ત્રણ આરોપીઓની જામીન અરજી અગાઉ રદ કરવામાં આવેલ હતી જ્યારે વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ ની ધારદાર દલિલો ધ્યાને લઈ કરસન રજાણી ને જામીનમુક્ત કર્યો હતો

દેશ દેવી ન્યૂઝ તા. ૧ ઓગસ્ટ ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર જીલ્લાના લાખાબાવડ ખાતે સર્વે નં.૩૨૩ ત્થા સર્વે નં.૩૨૬ વાળી આશરે ૩૮ વિધાની સરકારી ગૌચરની કિંમતી જમીન આરોપી કરશનભાઈ રણમલભાઈ રાજાણી દ્વારા વેંચાણ કરાર કરી અને આ જમીન હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવિણ હસમુખભાઈ ખરા ત્યા દિનેશ ચરણદાસ પરમારને વેંચી નાખેલ, અને આ આરોપીઓએ આ જમીનમાં અલગ અલગ પ્લોટીંગ કરી અને જુદા જુદા વ્યક્તિઓને જય ભિમેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સોસાયટી બનાવી અને સોસાયટીના ખોટા આર્ટીકલ ઓફ એસોશ્યેશન અને ખોટા શેર સર્ટી ફીકેટ બનાવી અને ખોટા નકશા બનાવી અને આવા ઉભા કરેલા દસ્તાવેજોના આધારે કુલ ૧૬૩ પ્લોટો પાડી અને આ જમીન અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ અને વેંચી નાખેલ અને તેના લખાણ પણ કરી દીધેલની હકિક્ત સામે આવતા સરકાર તરફે સર્કલ ઈન્સ્પેકટર જામનગર ગ્રામ્ય રાજભદ્રસીંહ ભરતસીંહ રાણા દ્વારા આ સરકારી ગૌચરની જમીન આ પ્રકારે લેન્ડ ગ્રેબીંગ કરી અને બારોબાર પ્લોટીંગ કરી વેંચાણ કરી અને આરોપીઓએ કાવતરૂ રચી અને આ પ્રકારે સરકારની કરોડોની જમીન ખોટા દસ્તાવેજો બનાવી અને વેંચાણ કરતા તમામ આરોપીઓના સામે લેન્ડ ગ્રેબીંગ ત્થા આઈ.પી.સી.ની કલમ મુજબનો ગુન્હો નોંધાવેલ

તેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ, તેમાં આરોપી કરશનભાઈ રણમલભાઈ રાજાણીએ જામનગરની સ્પેશ્યલ લેન્ડ ગ્રેબીંગ કોર્ટ સમક્ષ જામીન અરજી કરેલ અને રજુઆતો કરેલ કે, આરોપી જામનગરના જ વતની છે અને તેઓ માલધારી સમાજમાંથી આવતા વ્યક્તિ છે, આ પ્રકારનો કોઈ ગુન્હાઈત ઈતીહાસ નથી, તેની સામે સરકાર તરફે પોલીસ દ્વારા જામીન અરજીનો વિરોધ કરવામાં આવેલ અને તપાસ કરનાર ધ્વારા સોગંદનામું રજુ કરી અને જણાવેલ કે, “આરોપીઓએ ૧,૫૫,૯૮,૩૯૦/- ચેકથી તેમજ રોકડેથી મેળવી લીધેલ છે અને સરકારની ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી અને જમીનનું મોટું કૌભાંડ કરેલ છે

અનુસુચીત જાતીના ત્થા નબળા વર્ગોને આ પ્રકારે ખોટા દસ્તાવેજો બતાવી અને તેમના પાસેથી મોટી રકમ મેળવી અને પ્લોટ વેંચાણ કરી નાખેલ છે. અને આ રીતે કાવતરૂ કરીને જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ કરેલ છે અને આરોપીઓ આ જમીન ગૌચરની સરકારી જમીન છે, તે જાણવા છતાં કરોડોની જમીન વેંચી નાખી અને કૌભાંડ આચરેલ છે જો તેમને જામીન મુક્ત કરવામાં આવશે તો તેઓ કેશના સાક્ષીઓ સાથે ચેડા કરશે અને કેશને ગંભીર અસર કરશે અને ગુન્હાની તપાસ ચાલું છે અને આવા કેશોમાં જામીન મુક્ત થયા બાદ તેઓ આ જ પ્રકારનો બિજો ગુન્હો કરે તેમ છે,

અગાઉ પણ આ કામના પકડાયેલ અન્ય ત્રણ આરોપીઓ ના–મંજુર કરવામાં આવેલ છે તો હાલના આરોપીનો જે રોલ છે તે તેમનાથી વધારે છે, તો તેમની જામીન અરજી પણ ના-મંજુર કરવી જોઈએ, અને આરોપી કરશનભાઈ રાજાણીના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે, આ કામે અગાઉ અન્ય આરોપીની જામીન અરજી ના-મંજુર થયેલ હોય તો હાલના આરોપીની જામીન અરજી તે મુદા ઉપર ના-મંજુર થઈ શકે નહીં, તેમ ધારદાર રજુઆતો કરવામાં આવેલ, આમ આ કામે તમામ દલીલો બાદ નામ.અદાલતે તમામ રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી કરશનભાઈ રણમલભાઈ રાજાણી ને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ રણજીતસિંહ ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, થા કરણ કે. પટેલ રોકાયેલા હતા.