શ્રીજી શીપીંગ કંપનીનો ટ્રક માલ સહીત લુંટી લેવાના કેશમાં આરોપીઓને નિદોર્ષ છોડી મુકતી નામદાર અદાલત
-
સીકકાના ચકચારી લુંટ કેશમાં આરોપીઓનો નિદોર્ષ છુટકારો
-
ફરીયાદી અને તેમના લગતા વળગતાની જુબાનીને ધ્યાને લઈ અને આરોપીને સજા થઈ શકે નહી : ધારાશાસ્રી રાજેશ ગોસાઈ
દેશ દેવી ન્યુઝ તા. ૨૭ જુલાઈ ૨૫ આ કેસની હકિક્ત એવી છે કે, શ્રીજી શીપીંગ કંપનીનો ટાટા કંપનીનો ટ્રક રીલાયન્સ કંપનીના કોલસા ભરીને નિકળેલ તે દરમ્યાન સરમતના પાટીયા પાસે પહોંચતા એક કાળા કલરની નંબર વગરની હુંડાઈ વર્ના ફોરવીલમાં ૪ આરોપીઓ આવી જઈ અને આ ટ્રકના ચાલક ફરીયાદી ઈશુબબભાઈ અલારખાભાઈ સાંધાણીને રોકી ટ્રકની નિચે ઉતારી અને તેમના સાથે સાઈડ કેમ આપતો નથી તેમ ધમકાવી અને ટ્રક ચાલક ફરીયાદીને ઢીકા પાર્ટુનો માર મારી અને ૪ આરોપીઓ પૈકી એક આરોપી ટ્રકની ચાવી જુટવી અને માલ સહીતના ટ્રકની લુંટ કરી અને રવાના થઈ ગયેલ અને બાકીના ૩ આરોપીઓ પણ વર્ના મોટરકારમાં રવાના થઈ ગયેલ,
આ રીતે સાંજના ૪ વાગ્યાના સમયે ખુલેઆમ લુંટ થવાના કારણે સીકકા પંથકમાં ચકચાર મચી જવા પામેલ અને આરોપીઓ સામે લુંટ અને માર મારવાની ફરીયાદ દાખલ થયેલ, જેની તપાસ થતાં આરોપીઓ યશગીરી ઉર્ફે ડાડો ગુલાબગર ગૌસ્વામી, કલ્પેશ લાલગીરી ગોસાઈ, સંજયગર જેન્તીગર મેધનાથી, અજયસીહ કિરીટસિંહ જાડેજાઓની સામે ગુન્હો દાખલ કરવામાં આવેલ તે કેશ ચાલી ગયેલ, ત્યારબાદ દલીલ ઉપર આવતા સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુન્હો દીવસના સમયે કરેલ છે, અને આરોપીઓએ મારા મારી કરી અને લુંટ ચલાવેલ છે અને દીન દહાડે ખુલ્લેઆમ , કોઈ નાની વસ્તુની લુંટ કરવામાં આવેલ નથી પરંતુ અનેક ટન કોલસો ભરેલ ટ્રકની લુંટ કરવામાં આવેલ છે,
આ તમામ લુંટ જામનગર ખંભાળીયા હાઈવે ઉપર કરવામાં આવેલ છે, આરોપીઓને કાયદા અને વ્યવસ્થાની કોઈ જ ગંભીરતા ધ્યાને લીધેલ નથી, આરોપીઓ જે મોટરકારમાં આવેલ તે પણ નામ અને નંબર વગરની હતી જેથી પહેલાથી કોઈપણ પ્રકારે કોઈ લુંટ કરવાના ઈરાદાથી જ નિકળેલ અને કાવતરૂ રચેલ હતું , આરોપીઓએ ખુબજ ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ છે, જે કેશમાં તપાસ કરનારે ચાર્જશીટ દાખલ કરેલ છે, તે ધ્યાને લેતા પણ સાબીત થાય છે, તો આવા આરોપીએ લુંટ ચાલવેલ છે તેથી આ આરોપીઓને સખત સજા કરી અને દાખલો બેસાડવો જોઈએ, ત્યારબાદ આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, સમગ્ર કેશમાં જે જગ્યા જાહેર કરવામાં આવેલ છે, તે જગ્યા ચારેય બાજુથી મોટી મોટી હોટલો આવેલ છે અને ત્યા ટોલનાકું પણ આવેલ છે અને આ સમગ્ર તપાસ દરમ્યાન આ કામે કોઈ જ સીસીટીવી ફુટેજ કબજે કરવામાં આવેલ નથી, અને કોઈ સ્વતંત્ર સાહેદોના નિવેદનો પણ લેવામાં આવેલ નથી, અને માત્ર અને માત્ર ફરીયાદી અને તેમના લગતા વળગતાની જુબાનીને ધ્યાને લઈ અને આરોપીને સજા થઈ શકે નહી, સાંકળતો પુરાવો મળે તો જ અને તો જ આરોપીને સજા થઈ શકે, આ કેશમાં તો આવા કોઈ સ્વતંત્ર સાહેદો છે જ નહી અને ફોજદારી સીધ્ધાંતો મુજબ માત્ર શંકા રેકર્ડ ઉપર આવે તો પણ સજા થઈ શકે નહી અને શંકારહીત કેશ પુરવાર કરીયાદીએ કરવો પડે, પરંતુ આ કેશમાં ધણી શંકાઓ ટ્રાયલ દરમ્યાન ઉત્પન્ન થયેલ છે, આ કેશમાં ઓળખ પરેડ પણ કરાવેલ નથી અને કોઈ સીસીટીવી ફુટેજ પણ નથી તો આ જ આરોપીઓએ આ લુંટ કરેલ છે, તેવું કયાંય રેકર્ડ ઉપર સાબીત થયેલ નથી, તેથી ફરીયાદ પક્ષ શંકા રહીત સાબીત કરવામાં નિષ્ફળ થયેલ છે, તેની સામે આરોપી પક્ષે તમામ પ્રકારના પુરાવામાં તેઓની આ ગુન્હામાં કોઈ જ સંડોવણી નથી, તે સાબિત કરેલ છે, જેથી આરોપીઓને નિદોર્ષ ઠરાવી અને છોડી મુકવા જોઈએ, તે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીઓ યશગીરી ઉર્ફે ડાડો ગુલાબગર ગૌસ્વામી, કલ્પેશ લાલગીરી ગોસાઈ, સંજયગર જેન્તીગર મેધનાથી, અજયસીંહ કીરીટસીંહ જાડેજાને નિદોષ ઠરાવી અને છોડી મુકેલ, આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આર. નાખવા ત્થા નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.


