જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાણાખાણ વિસ્તારમાં આવેલી શાળા નંબર ૧૮ માં શિક્ષકને સસ્પેન્ડ કરવાનું પ્રકરણ
-
વાલીઓ બાદ આજે વિદ્યાર્થીઓ પણ મેદાને પડ્યા : ૫૦૦ વિદ્યાર્થીઓ વાળી શાળામાં આજે હાજરી શૂન્ય : એક પણ વિદ્યાર્થી શાળામાં આવ્યો નહીં
-
શિક્ષક નું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો તમામ વિદ્યાર્થીઓ પોતાનું લિવિંગ સર્ટી કઢાવી લેશે તેવી ચીમકી અપાતાં શિક્ષણ જગતમાં ભારે ચકચાર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જૂન ૨૫, જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૮, કે જે પાણાખાણ વિસ્તારમાં આવેલી છે, તે શાળાના શિક્ષક રામગોપાલ મિશ્રાને સસ્પેન્ડ કરવાનો મામલો વધુ ગરમાયો છે. સૌ પ્રથમ શાળાના વાલીઓ મેદાને પડ્યા પછી આજે વિદ્યાર્થીઓએ પણ તેમાં ઝંપલાવ્યું છે, અને વિદ્યાર્થીઓએ આજે શાળામાં જવાનો બહિષ્કાર કર્યો છે.
૧૮ નંબરની શાળામાં આશરે ૫૦૦) જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ એક વિદ્યાર્થી આજે શાળામાં ગયો ન હતો, અને શાળાની હાજરી શૂન્ય રહી હતી. જેથી શિક્ષક ગણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલકો માં ભારે ચર્ચા જાગી છે.
ઉપરોક્ત શાળાના વિદ્યાર્થીઓએ એવું પણ જણાવ્યું છે, કે જ્યાં સુધી શાળાના શિક્ષક રામગોપાલ મિશ્રા કે જેઓનું સસ્પેન્શન રદ નહીં થાય, ત્યાં સુધી લડત ચાલુ રહેશે, અને શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાનું સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ કઢાવી જવાનો પણ આશ્ચર્યજનક કાર્યક્રમમાં આપશે, તેવી ચીમકી અપાઇ છે જેને લઈને ભારે દોડધામ થઈ છે.