જામનગરમાં પ્રેમી એ પ્રેમિકાને મસ્તી મજાકમાં ખુરશી ફટકારી માર માર્યો

0
11198

જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતી એક મહિલાને મૈત્રી કરાર કરનાર પોતાના પ્રેમી સાથે થઈ તકરાર

  • મસ્તી મજાકમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાને ખુરશી ફટકારી હુમલો કરી દઈ પતાવી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ જૂન ૨૫, જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતી એક યુવતીને તેના પ્રેમી મિત્રએ મસ્તી મજાકમાં માર મારી પતાવી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે.

આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં નંદનવન પાર્ક શેરી નંબર -૭ માં મહાદેવ મંદિર ની બાજુના વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની એક યુવતી કે જેણે ખંભાળિયામાં નગરનાકા વિસ્તારમાં રહેતા પારસગીરી રમેશગીરી ગોસ્વામી સાથે મૈત્રી કરાર કરી લીધા હતા, અને તેની સાથે રહેતી હતી. દરમિયાન ગઈકાલે પ્રેમિકા ગઈકાલે જામનગરમાં પોતાના ઘેર હતી, દરમિયાન આરોપી પ્રેમી ત્યાં આવ્યો હતો, અને મશ્કરી મજાક કરવા લાગ્યો હતો. જે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આથી ઉસકેરાયેલા પ્રેમીએ પોતાની પ્રેમિકા પર હુમલો કરી દીધો હતો, ઉપરાંત આડેધડ માર મારી તને આજે પતાવી નાખવી છે, તેવી ધમકીઓ ઉચ્ચારી હતી, જેથી પ્રેમિકા દ્વારા મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોતાના પ્રેમી એવા પારસગીરી રમીશગીરી ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બીએનએસ કલમ ૧૧૫(૨) ,૩૫૨ ,૩૫૧ (૩) તથા જીપીએકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.