જામનગર મહાનગર પાલિકાની ડી.પી. કપાત ની કામગીરી પહેલાં જ અસરગ્રસ્ત વયોવૃદ્ધ મકાન માલિકને હૃદય રોગનો હુમલો આવી જતાં દમ તોડ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ મે ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ડીપી કપાતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના સંદર્ભમાં શનિવારે સમગ્ર વિસ્તારમાં સર્વે અને માર્કિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.જે પૈકી નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ભરતસિંહ કેસરીસિંહ જાડેજા નામના નિવૃત્ત એસઆરપી પોલીસ કર્મી ૬૮ વર્ષના બુઝુર્ગ કે જેઓ એકલવાયું જીવન જીવે છે, અને તેમનું મકાન પણ કપાતમાં આવી જાય છે.ગઈકાલે શનિવારે મહાનગર પાલિકાની ટીમ તેમના ઘરે નોટિસ આપી આવી હતી, અને માર્કિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓને ગભરામણ થવા લાગી હતી, અને તેઓનું એકાએક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જેથી આસપાસના સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ છે.