જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રાજપૂત યુવાનનો રહસ્યમય સંજોગોમાં આપધાત

0
3719

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન નો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧, મે ૨૫ જામનગરમાં રામેશ્વર નગર નજીક રાજ રાજેશ્વર સોસાયટીમાં રહેતા વિજયસિંહ હરદેવસિંહ જાડેજા નામના ૩૫ વર્ષના યુવાને ગત ૧૫ મી તારીખે પોતાના ઘેર કોઈ આગમ્ય કારણોસર પંખા ના હુકમ મા ચાદર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો.જે બનાવ અંગે ૧૦૮ ની ટુકડીને જાણ કરાઈ હતી, અને ૧૦૮ ની ટીમેં તેને નીચે ઉતારી લઈ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો ત્યાં ફરજપરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના પિતા હરદેવસિંહ બાબાભા જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય એમ વાળા જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી તેણે ક્યાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટેની કવાયત શરૂ કરી છે.