જામનગરમાં હાજરી પુરાવાના મુદ્દે હોમગાર્ડના કર્મચારીઓ વચ્ચે તકરાર : ૬ સામે ફરિયાદ

0
880

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ ની ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે હાજરી પુરાવાના મુદ્દે તકરાર

  • બે હોમગાર્ડના સભ્યો પોલીસમા જાણ કર્યા વિના જજના બંગલે ફરજ પર પહોંચી જતાં હોમગાર્ડ ના અન્ય છ સભ્યોએ ત્યાં પહોંચી જઈ બંને પર હુમલો કર્યો

  • જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સમક્ષ ફરિયાદ ની જાણકારી પહોંચતાં તમામ હોમગાર્ડ ના જવાબદાર સભ્યો સામે પગલાં ભરવા કાર્યવાહી

  • ઓરોપી :-(૧) મનીષ દાઉદીયા (૨) હિરેન કુંભારાણા (૩) ધર્મેન્દ્ર જેઠવા (૪‌) જયેશ પી.વારા (૫) સોમીલ વારા (૬) બિલ્રેશ વારા રહે.જામનગર 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ મે રપ, જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં રહેતા અને હોમગાર્ડ માં નોકરી કરતા રાકેશ અમૃતલાલ વારા નામના ૪૦ વર્ષના હોમગાર્ડના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના સાથી હોમગાર્ડ ના જવાન ધર્મેન્દ્રભાઈ મહેતા ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે હોમગાર્ડના અન્ય છ જવાનો મનીષ દાઉદીયા, હિરેન કુંભારાણા, ધર્મેન્દ્ર જેઠવા, જયેશ વારા, સોમીલ વારા, અને બ્રલેશ વારા સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી રાકેશ વારા અને ધર્મેન્દ્ર મહેતા કે જેઓને પત્રકાર કોલોની સામે જજના બંગલામાં પોતાની ફરજ પર ગોઠવાયા હતા, અને સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ તેઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો, જે દરમિયાન તેની સાથે જ સીટી બી. ડિવિઝન પોલીસ મથક માં હોમગાર્ડ ની ફરજ બજાવતા મનિષ દાઉદીયા સહિતના જવાનોએ ત્યાં પહોંચી જઈ બંને કર્મચારીઓ સાથે જીભા જોડી કરી હતી.હોમગાર્ડના સભ્યોની સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ક્યુ આર કોડ કે જેનાથી હાજરી પુરાવા સંબંધે વિરોધ ચાલી રહ્યો છે, તેનો ભંગ કરીને તમે બંને ફરજ પર પહોંચી ગયા, તેમ કહી તમામે હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.જે સમગ્ર મામલે  સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન  બી.એન.એસ કલમ ૧૧૫(૨) ૩૫૨ ૩૫૧(૨) ૩૫૧(૩) ૫૪ મુજબ  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયાને પણ સમગ્ર મામલાની જાણ થતાં આ બાબતને ગંભીર ગણીને તે અંગે આગળની જરૂરી કાર્યવાહી કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.