જામનગર રબ્બાની પાર્કમાં કચરા ગાડીએ બે વર્ષની બાળકીને અડફેટ લીધી

0
5

જામનગરમાં રબ્બાની પાર્ક વિસ્તારમાં મહાનગર પાલિકાની કચરા ગાડીએ બે વર્ષની માસુમ બાળકીને હડફેટમાં લેતા ગંભીર ઇજા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ મે ૨૫, જામનગરમાં કાલાવડનાકા બહાર રબ્બાની પાર્ક વિસ્તારમાં આજે બપોરના સમયે જામનગર મહાનગરપાલિકાની જી.જે. ૧૦ ટી.એક્સ. ૩૩૨૧ નંબરની કચરા ગાડીએ ત્યાં રમી રહેલી બે વર્ષની એક માસુમ બાળકી ને હડફેટમાં લેતાં અફડા તફડી નો માહોલ સર્જાયો હતો, અને લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.બાળકી ઇજાગ્રસ્ત બની હોવાથી આ સમયે ત્યાં એકત્ર થયેલા લોકોએ તૂરત જ ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી, અને ૧૦૮ ની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી, અને બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ અકસ્માતની જાણ થતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.