જામનગરમાં કાલાવડ નાકા બહાર રોડ ડિવાઇડર ની એક તરફ નો માર્ગ બે માસ માટે બંધ રહેશે

0
2

જામનગરમાં કાલાવડ નાકા બહાર રોડ ડિવાઇડર ની એક તરફ નો માર્ગ બે માસ માટે બંધ રહેશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨, એપ્રિલ ૨પ જામનગરમાં કાલાવડ નાકા બહાર ભૂગર્ભ ગટર ની કામગીરી માટે રોડ ડિવાઈડર ની એક તરફ નો રસ્તો બે માસ માટે બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જામનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા બી.પી.એમ.સી. એક્ટ ની કલમ ની જોગવાઈ હેઠળ મળેલ સતા ની રૂએ જાહેર નોટિસ કરવામાં આવી છે.જેમાં જામનગર મહાનગર પાલિકાની હદ માં જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી. પી. રોડ થી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી જામનગર કાલાવડ રોડ તરફ જતાં રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની પૂર્વ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૨૩-૦૪-૨૦૨૫ થી તા.૨૨-૦૬-૨૦૨૫ એટલે કે, બે માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જેનો અમલ કરવા નો હુકમ ફરમાયો છે.જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી. પી. રોડ થી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી જામનગર કાલાવડ રોડ તરફ જતાં રસ્તા ની મધ્યરેખા પરના રોડ ડિવાઈડર.ની પૂર્વ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી. પી. રોડ થી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી જામનગર કાલાવડ રોડ તરફ જતાં રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની પશ્ચિમ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.