જામનગરમાં અંબર સિનેમા સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં ફસાઈ ગયેલા બે ભાઈઓને ફાયર બ્રિગેડે સહી સલામત બહાર કાઢ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ મે ૨૪, જામનગરમાં અંબર સિનેમા ની સામે આવેલા એટલાન્ટિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં કેપ્સ્યુલ લીફ્ટ આવેલી છે, જે લિફ્ટ માં રાત્રે ૮.૦૦ વાગ્યાના અરસામાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા નિખિલ ગોહિલ (૧૬ વર્ષ) અને નયન ગોહિલ (ઉંમર વર્ષ ૨૨) નામના બે ભાઈઓ, કે જેઓ ખરીદી કરવા માટે ઉપરોક્ત બિલ્ડીંગમાં આવ્યા હતા, અને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા. જે દરમિયાન એકાએક લીફટ વચ્ચે ફસાઈ ગઈ હતી, અને બંનેને સફોકેશન થયું હોવાથી આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી.
આથી જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ના ભરત ગોહેલ, હેપલ વારા, જયંત સિંધવ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ૨૦ મિનિટની જહે મત લઈને બંને ભાઈઓને લિફ્ટના દરવાજા ખોલી નાખી સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. લિફ્ટમાં ટેકનીકલ ખામી થવાના કારણે અધવચ્ચે અટકી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.


