જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા એક પીએસઆઇ અને બે એએસઆઈ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતાં વિદાયમાન અપાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ મે ૨૪, જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા એક મહિલા પીએસઆઇ તેમજ બે એએસઆઇ કે જેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે, જેઓને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિદાયમાન અપાયું હતું.જામનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઇ વાય.આર. જોશી, એ.એસ.આઈ. ભીખુભા પૃથ્વીરાજસિંહ ઝાલા, તેમજ એ.એસ.આઈ. કિશોરકુમાર રવિશંકર દવે કે જેઓ આજે વયમર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા.
જેઓને આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ દ્વારા તેઓની કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ને શિલ્ડ તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા, અને ભવ્ય વિદાયમાં અપાયું હતું.