જામનગરમાં દેવુભાનો ચોક- વ્યાસ ફળીમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી ૮ મહિલાઓ પકડાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯,જાન્યુઆરી ૨૬ જામનગરમાં દેવુભા ના ચોક નજીક વ્યાસ ફળી માં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલી ૮ મહિલાઓની અટકાયત કરી છે.
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી ના આધારે દેવુભાના ચોક નજીક વ્યાસફળીમાં ગઈકાલે સાંજે દરોડો પાડયો હતો, અને જાહેરમાં જુગાર રમી રહેલી મીનાબેન જેન્તીભાઈ ચાવડા, ઇન્દિરાબેન બીપીનભાઈ ચૌહાણ, પૂનમબેન દુર્ગેશભાઈ ચૌહાણ, મીતાબેન ધર્મેશભાઈ રાઠોડ, આશાબેન વિમલભાઈ સોલંકી, વિલાસબેન ભરતભાઈ જેઠવા જયાબેન જયસુખભાઈ પરમાર, તેમજ હંસાબેન જેન્તીભાઈ જેઠવાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૫,૨૫૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


