જામનગરમાં તળાવની પાળે ૭ નંબર ના ગેઇટ પાસે ૭૦ વર્ષ ના બુઝુર્ગ તળાવમાં પડી જતાં ફાયર ની ટીમેં જીવિત બહાર કાઢ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જૂન ૨૫, જામનગર મહાનગરપાલિકા ના ફાયર બ્રિગેડના કંટ્રોલમાં આજે સવારે ૬.૨૦ વાગ્યા ના અરસામાં કોલ આવ્યો હતો, કે તળાવની પાળે ગેઇટ નંબર ૭ પાસે એક બુઝુર્ગ યોગા કરવા માટે આવ્યા હતા, અને અકસ્માતે તળાવના પાણીમાં પડી ગયા છે, જેથી તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીમાં ઝંપલાવી દઈ બુઝુર્ગ ને બચાવી લેવાયા હતા.
આ બનાવ બાદ ફાયર બ્રિગેડ ની ટુકડી દ્વારા ૧૦૮ ની ટીમને પણ જાણ કરાઈ હતી જેથી ૧૦૮ ની ટીમેં પાણીમાં પડેલા બુજુર્ગ ને બચાવી લીધા હતા, અને રેસ્ક્યુ કરી લઇ પાણીમાંથી બહાર ઉપર ખેંચી લીધા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓનું નામ શંભુલાલ લાલજીભાઈ ગોહિલ (ઉંમર વર્ષ ૮૦) હોવાનું અને યોગા કરવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવ બાદ પોલિસ ની ટુકડીને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી અને શંભુભાઈ ગોહિલ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બધું સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે આ બનાવની જાણ થતા સીટીએ.ડિવિઝનનો પોલીસ કાફ્લો સૌપ્રથમ ઘટના સ્થળે અને ત્યારબાદ જીજી.હોસ્પિટલમાં પહોંચ્યો છે, અને બુઝુર્ગનું નિવેદન નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.