જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગરાસીયા આધેડના ચકચારી ખુનના ગુનામાં ત્રણ આરોપીઓને જામીન મુકત કરતી જામનગર ની સેશન્સ કોર્ટ
-
કોર્ટમાં ચાલેલા લાંબા કાનૂની જંગમાં વિદ્વાન ધારાશાસ્ત્રી અશોક જોષી ની ધારદાર દલિતો ધ્યાને લઈ આરોપીઓન જામીન મુક્ત કરવા આદેશ
દેશ દેવી ન્યુઝ તા. ૧૩ સપ્ટેમ્બર ૨૫ આ બનાવની હકીકત એવી છે કે, ફરીયાદી ને આરોપી મહેન્દ્રસિહ હેમતસિંહ પીંગળ નાઓના કાકાની દીકરી સાથે સંબંધ હોય , અને તેણીએ ફરીયાદીને સોનાનો ત્રણ તોલાનો હાર આપી લોન લીધેલ હોય જે વાત આરોપીઓને થતા આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળએ ફરીયાદી પાસેથી હાર પાછો લઈ તેના રૂપીયા ચુકવી આપેલ હોય અને ત્રીસ હજાર રૂપીયા દેવાના બાકી રાખેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ , જયવિરસિંહ ચંદુભા પીંગળ , અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ , મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓએ ફરીયાદીના પિતાજી રાજેન્દ્રસિંહ રણુભા કેર પોતાના ફળીયામાં સુતા હોય ત્યારે ફળીયામાં પ્રવેશ કરી આરોપી જયવિરસિંહ ચંદુભા પીંગળ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ નાઓએ મરણજનાર રાજેન્દ્રસિહં રણુભા કેર ને દબાવી આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ તથા મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓએ છરી ગુપ્તી વડે શરીરે ધા મારી શરીરે ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમ્યાન ફરીયાદીના પિતા રાજેન્દ્રસિંહ રણુભા કેર નું અવસાન થયું હતુંઆથી આરોપીઓએ ફરીયાદી ના પિતા રાજેન્દ્રસિંહ રણુભા કેર નું ખુન કરી એકબીજાની મદદગારી કરેલ તેવા આક્ષેપો સાથે BNS ની કલમ- ૧૦૩ (૧),૧૦૯ (૧), ૧૧૮ (૧), ૩૩૨ (એ) , ૩ (૫),૫૪ તથા જી.પી.એકટ ની કલમ ૧૩૫ (૧) મુજબ જામનગર સિકકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી.જે ફરીયાદ ના અનુસંધાને સીકકા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવેલ અને કુલ ચાર આરોપીઓ (૧) મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ, (૨) જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૩)અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૪)મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી ને ગુનાના કામે અટક કરી અને તપાસ પૂર્ણ થતા નામદાર કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતું
જે ગુન્હાના કામે આરોપી (૧) જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૨) અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૩) મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેરે તેમના વકીલ અશોક એચ.જોશી મારફત નામદાર કોર્ટમાં જામીન અરજીઓ કરી હતી. જે અરજી અનુંસંધાને અરજદારો ના વકીલ અને તથા સરકાર દ્વારા લંબાણ પૂર્વકની દલીલો થયલ અને નામદાર કોર્ટ દ્વારા અરજદારો તરફેની રજુઆતો અને કેશનું મેરીટ ધ્યાને લઈ અને અરજદારો (૧)જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૨) અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૩) મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓને જામીન મુકત કરવા હુકમ કરવામાં આવેલ.આરોપી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી અશોક એચ. જોશી , મોહસીન એચ.ખારા, પ્રદિપ પી.મકવાણા, સાઈદ એચ.રૂન્જા, જયોતિ બી.પરમાર રોકાયેલ હતા.