જામનગરના ગુજસીટોક કેસમાં કોર્પોરેટર અલ્તાફ ખફી સહિત ચારને શરતી જામીન

0
61

જામનગરના ગુજસીટોક કેસમાં કોર્પોરેટર અલ્તાફ ખફી સહિત ચારને શરતી જામીન

  • ગુજરાત હાઇકોર્ટનો હુકમ : ઓસમાણ ખફી, સુફિયાન પટણી અને શાહિદ ઇમ્તિયાઝ ખફીને પણ રાહત

દેશ દેવી ન્યુઝ જામનગ તા ૨૩, સપ્ટેમ્બર ૨૬ જામનગરમાં નોંધાયેલા ગુજસીટોક (ગુજસીટોક)ના કેસમાં ગુજરાત હાઇકોર્ટે કોર્પોરેટર અલ્તાફ ખફી સહિત ચાર આરોપીઓને શરતી જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટના આ હુકમથી આરોપી પક્ષને રાહત મળી છે.હાઇકોર્ટે જામીન મંજૂર કરેલા આરોપીઓમાં અલ્તાફ ખફી ઉપરાંત ઓસમાણ ખફી, સુફિયાન પટણી અને શાહિદ ઇમ્તિયાઝ ખફીનો સમાવેશ થાય છે.

જામનગર પોલીસે અગાઉ સંગઠિત ગુનાખોરી નિયંત્રણ ધારા (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી હતી.નીચલી અદાલતમાં રાહત નહીં મળતાં ચારેય આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. હાઇકોર્ટ સમક્ષ બચાવ પક્ષના વકીલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ અદાલતે ચારેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.