જામનગરમાં ચકચારી એવા સાઇબર ક્રાઇમના ત્રણ ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને જામીન મુક્ત કરતી સ્થાનિક કોર્ટ
-
જામનગરના ધારાસભ્ય અને નામાકિંત બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ ત્રણ અલગ-અલગ ફરિયાદોમા જામીન મુક્ત કરતી જામનગર કોર્ટ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૪ માર્ચ ૨૬ આ કેસ ની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી સ્મિતભાઈ જેન્તિભાઈ પરમાર ના કેસ મુજબ ર હાલ વધતા જતાં સાઇબર ક્રાઈમના ગુન્હામા આરોપીઓ વિશાલ હેમતભાઈ કણસગરા અને પરષોતમભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી, હેમંતભાઈ કણસગરા અને કૌશિકભાઈ સખીયા દ્વારા સોસિયલ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશનના સાધનો દ્વારા ગુનાહિત કાવતરા રચી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ખંડણી લેવાના ઇરાદે વિશાલ હેમતભાઈ કણસગરા દ્વારા ફેસબુક અને ઇનસ્ટાગ્રામ જેવા સોસિયલ માધ્યમમાં આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ (AI) ની મદદથી ફરિયાદી સ્મિતભાઈ જેન્તિભાઈ પરમાર ની ભ્રામક માહિતી ફેલાવતા બદનક્ષી કારક ચિત્રો બનાવી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ હોય તેમજ લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરી સંડોવી દેવાની ધમકીઓ આપેલ હોય અને જો પતાવટ કરવી હોય તો ૫૦ લાખની ખંડણી માંગી અવાર નવાર ફોન કોલ કરેલા હોય અને અમદાવાદના સાહેદ મોહમ્મદ સહલ મન્સૂરીને જમીન બાબતની પતાવટ માટે ફોન કોલ કરી ધમકીઓ આપેલ હોય અને ખંડણી પેટે બે લાખ રૂપિયા મેળવી ખંડણીનું ખૂબ મોટું રેકેટ ચલાવતા હોય તે મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરી ઉપરક્ત તમામ આરોપીઓ વિરુધ્ધ સાઇબર ક્રાઈમ અને ઇન્ફોર્મેશન એક્ટની વિવિધ કલમો અન્વયે ગુન્હો દાખલ કરેલ હતો
આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ જામનગર ગ્રામ્ય ધારાશભ્ય રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ તેમજ જામનગરના નામચિહ્ન બિલ્ડર જમનભાઈ સામજીભાઈ ફળદુ દ્વારાએ મુજબની ફરિયાદ નોંધાવેલ હતી કે, વિશાલ હેમતભાઈ કણસગરા અને તેમના સાગરીતો પરષોતમભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકીનાઓ દ્વારા ફરિયાદીઓની સામાજિક અને ધંધાકીય માહિતીઓ ભેગા કરી આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ (AI) ની મદદથી ફરિયાદીઓની બદનક્ષી થાય અને કોઈ પણ પ્રકારે ફરિયાદી પાસેથી પૈસા પડાવવાના ઇરાદે અને સસ્તી પ્રસિધ્ધિ મેળવવાના ઇરાદે ફરિયાદીઓના ફોટોગ્રાફ એડિટ કરી વિકૃત કરી તેઓની પ્રતિસ્થાને હાનિ પહોંચે તેવા ઈલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવી અલગ અલગ વિડીયો બનાવી તેમાં લખી/ બોલી સુલેહશાંતિનો ભંગ થાય તે માટે ઉશ્કેરવા માટે ઉશ્કેરણી જનક લખાણ કરી આરોપી વિશાલ કણસગરા દ્વારા પોતાના ફેસબુક અને ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ હોય અને આરોપીઓએ એક બીજાને મદદ કરેલ હોય તે મુજબની ફરિયાદ નોંધાવતાં પોલીસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરી ઉપરક્ત તમામ આરોપીઓ વિરુધ્ધ સાઇબર ક્રાઈમ અને ઇન્ફોર્મેશન એક્ટની વિવિધ કલમો અન્વયે અલગ-અલગ બે ગુન્હાઓ દાખલ કરેલ હતા અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.
જેથી આરોપી રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી દ્વારા સદરહુ ત્રણેય કેસોમાં નામદાર કોર્ટમાં તેમના વકીલ મારફત જામીન અરજીઓ મૂકવામાં આવેલ અને સદરહુ ત્રણેય જામીન અરજીમાં બંને પક્ષકારો દ્વારા લંબાણપૂર્વક દલીલો કરવામાં આવેલ હોય અને અંતમાં જામનગર ગ્રામ્ય ધારાશભ્ય રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ તેમજ નામચિન બિલ્ડર જમનભાઈ સામજીભાઈ ફળદુ દ્વારા કરવામાં આવેલ ફરિયાદોમાં નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા તેમજ સ્મિતભાઈ જેન્તિભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં નામદાર સેશન્સ કોર્ટ દ્વારા શરતોને આધીન આરોપીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો. ઉપરોક્ત કામે આરોપી રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી તરફે જામનગરના ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા , ગિરધરભાઈ વાઘેલા, હરપાલસિંહ પી. ઝાલા , કેયૂર કે. અજુડિયા, નિલરાજસિંહ એન. જાડેજા, યશદીપસિંહ જે. ઝાલા રોકાયેલા હતા.

