જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાધલા ગામના ચકચારી લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરતી સેશન્સ કોર્ટ
દેશ દેવી ન્યુઝ જામનગર તા, ૭ માર્ચ ૨૬ આ કેસની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી ગિરધરભાઈ ગોરધનભાઈ કથીરિયાની માલિકીની આશરે ૫ વીઘા ૧૧ ગૂઠાની ખેતીની જમીન બાઘલા ગામ, તા. લાલપુર, જી. જામનગર ખાતે આવેલ હોય જે વર્ષ ૨૦૦૯ ભાયુ ભાગમાં મળેલ હોય અને તેઓને બ્લડ કૅશર હોય અને તેની દવા ચાલતી હોય જેથી સદરહુ ખેતીની જમીન તેમના ભાઈ વાવતા હોય અને તેમના ભાઈનું અવશાન થતાં જે જમીન પૈકી અંદાજે ૨ વીઘા ખેતીની જમીનમાં નયનભાઈ રમેશભાઈ કથીરિયા અને વિમલભાઈ રમેશભાઈ કથીરિયાનાઓએ દબાણ કરી જમીન પચાવી પાડી તેનો કબ્જો ચાલુ રાખી ગુન્હો કરતાં હોય જેથી ફરિયાદી ગિરધરભાઈ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ ને લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરતા લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા અરજીની તપાસ કરી પુરાવાઓ ભેગા કરીને પોલીસ અધિક્ષક નાઓને ફરિયાદ દાખલ કરાવવા નિયમોનુશાર કાર્યવાહી કરવા હુકમ ફરમાવેલ હતો.
તેના અનુસંધાને લાલપુર પોલીસ સ્ટેશન મથકે નયનભાઈ રમેશભાઈ કથીરિયા અને વિમલભાઈ રમેશભાઈ કથીરિયાનાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ (ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા) ની કલમ ૪(૩) , ૫ (સી) વી. મુજબનો ગુન્હો નોંધાયેલ હતો. જે ગુન્હામા નયનભાઈ રમેશભાઈ કથીરિયાને ખોટી રીતે સંડોવી દીધેલ હોય અને તેઓની ધરપકડ થાય તેવી ધારતી હોય જેથી જામનગરના મે. સ્પે. સેશન્સ કોર્ટ સમક્ષ વકીલ મારફત પોતાની આગોતરા જામીન પર મુક્ત થવા માટે અરજી કરેલ હતી.
જે જામીન અરજીમાં નયનભાઈના વકીલ દ્વારા લેખિત તથા મોખિક પુરાવા રજુ કરવામાં આવેલ અને બાદ બન્ને પક્ષોની રજુઆતો ધાને નામદાર કોર્ટે એવું તારણ કાઢવામાં આવેલ હોય કે સદરહુ તકરારી જમીન જેના સર્વે નં. ૧૩૧ ગોરધનભાઈ કથીરિયાની માલીકીની હોય અને ખેડાણ કરવા આરોપીના પિતાને આપવામાં આવેલ હોય અને આરોપીના પિતા આશરે ૧.૫ વર્ષ પહેલા અવશન પામેલ હોય તેમજ હાલની ફરિયાદ નોંધાયા પહેલા જ ઓગસ્ટ ૨૦૨૫ માં તકરારી જમીન ખાલી કરી ફરિયાદીને સોપી આપેલ હોય તેમજ નયનભાઈના ભાઈ વિમલભાઈ કે જેઓ ૨ વર્ષથી કતાર, દુબઈ મુકામે નોકરી કરતાં હોય તેમજ આરોપીઓની કોડિયલ ઇંટોરેગેશન માટે જરૂર ન હોય જે તમામ સંજોગો ધ્યાને લઈ નયનભાઈ રમેશભાઈ કથીરિયાને આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો.
ઉપરોક્ત કામે આરોપી નયનભાઈ રમેશભાઈ કથીરિયા તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા , કેયૂર કે. અજુડીયા, નિલરાજસિંહ એન. જાડેજા, યશદીપસિંહ જે. ઝાલા રોકાયેલા હતા.

