0
6

જામનગર ની જેલમાં કેદીઓ ના ટકા કર્યાની માહીતી આપવા આયોગ નો આદેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩માર્ચ ૨૬, જામનગર ની જેલ માં કેદીઓના ટકા કરી નાખ્યા અંગે ની વાત ચર્ચાતાં તથા અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં, આર.ટી.આઈ. એકટીવીસ્ટ એડવોકેટ ગૌતમ ગોહીલ એ તા. ૫-૮-૨૫ જામનગર જેલ ના જેલર ને અરજી કરી માહીતી માંગી હતી.પરંતુ માહિતી આપવામાં નહી આવતાં તેમણે તા. ૧૦-૯-૨૫ ના જેલ સુપ્રી-ટેન્ડેન્ટને પ્રથમ અપીલ કરી હતી. જેની સુનવણી માં નહીં બોલાવતાં કે કોઈ નીર્ણય નહી આપતાં આખરે તા. ૧૩-૧૦-૨૫ ના બીજી અપીલ અરજી દાખલ કરેલ. જે કોઈ અગમ્ય કારણોસર ફાઈલે કરી દેવામાં આવી હતી

આથી કલમ ૧૮(૧) મુજબ સીધી ફરીયાદ કરવામાં આવી હતી , જેની સુનાવણી જામનગર માં કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ થી ગત તા. ૩૦-૧-૨૬ ના રાખવા માં આવી હતી. જેમાં ગૌતમ ગોહિલ, જેલર અને જેલ સુપ્રીન્ટેડેન્ટ હાજર રહ્યા હતા, આ વખતે એડવોકેટ ગૌતમ ગોહિલ એ કાયદાકીય તલસ્પર્શી રજુઆત કરી હતી. આ ફરીયાદ કમ બીજી અપીલ અંગે આયોગે તા. ૩-૨-૨૬ ના જેલર અને જેલ સુપ્રી-ટેન્ડેન્ટ ને હુકમ કર્યા ના ૧૫ દિવસ.માં માહીતી પુરી પાડવાનો હુકમ ફરમાવ્યો છે. આથી જેલ તંત્ર માં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આયોગ ના હુકમ છતાં જો જેલ તંત્ર માહીતી નહી આપે તો ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટ માં જવાની ફરજ પડશે.તેમ પણ જણાવાયું છે.