જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વિના ફટાકડા વેચનાર એક વિક્રેતા પકડાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪,ઓક્ટોબર ૨૫ જામનગરમાં લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરનાર એક વેપારીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને ફટાકડા નો જથ્થો જપ્ત કરાયો છે.જામનગરના બેડીબંદર રોડ પર રહેતો અજય ધીરજલાલ સવાસડીયા નામનો વેપારી પોતાની પાસે ફટાકડા વેચવાનું કોઈ લાયસન્સ ન હોવા છતાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બર પાસે ફટાકડાનું વેચાણ કરતાં મળી આવ્યો હતો. જેથી સીટી સી. ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લઇ ફટાકડાનો જથ્થો કબજે કર્યો છે, અને તેની સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધ્યો છે.