જામનગર પ્રેમ પ્રકારણમાં રીક્ષા ચાલકને આડેધડ છરીઓ ઝીંકાતા દોડધામ

0
2

જામનગરમાં ગોવાળ મસ્જિદ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં એક રીક્ષા ચાલક પર છરી વડે જીવલેણ હુમલો કરાતાં ભારે દોડધામ

  • ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક યુવાનને લોહી નીતરતી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો: ૪૫ થી વધુ ટાંકા લેવા પડ્યા: હાલત અત્યંત નાજુક

  • પૂર્વ પ્રેમિકાના પતિ જોડિયા ના શખ્સ સામે હત્યા પ્રયાસ અંગે પોલીસે ગુનો નોંધ્યો : આરોપીની શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭, મે ૨૫ જામનગરમાં ગોવાળ મસ્જિદ વિસ્તારમાં એક રીક્ષા ચાલક યુવાન પર પ્રેમ પ્રકરણના કારણે ગઈકાલે બપોરે છરી વડે હુમલો કરી દેવાયો હતો, અને સ્કૂટર પર હેલ્મેટ પહેરીને આવેલા શખ્સે છરીના ઘા ઝીંકી દેતાં તેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ૪૫ થી વધુ ટાંકા લેવા પડ્યા છે, અને તેની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે.રીક્ષા ચાલક યુવાનની પૂર્વ પ્રેમિકાના પતિ જોડીયા ના શખ્સે આ હુમલો કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતો અને રિક્ષા ચલાવતો મહમ્મદભાઈ અબ્દુલભાઈ કુરેશી નામનો ૩૫ વર્ષનો રીક્ષા ચાલક યુવાન ગઈકાલે બપોરે ગોવાળ મસ્જિદ પાસેથી પોતાની રીક્ષા લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન સ્કૂટર પર હેલ્મેટ પહેરીને આવેલા એક શખ્સે તેના ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. છાતી ના ભાગે, ગળાના ભાગે, હાથમાં, ગરદન અને માથાપર પર અલગ અલગ પાંચ જેટલા ઘા ઝીંકી દેતાં રીક્ષા ચાલક યુવાન લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો.જેને ૧૦૮ નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેને શરીરમાં છરિના પાંચ જેટલા ઘા લાગ્યા હોવાના કારણે ૪૫ થી વધુ ટાંકા લેવા પડ્યા હતા, અને હાલ તેની સધન સારવાર ચાલી રહી છે. જ્યારે તેની હાલત પણ અત્યંત નાજુક ગણાવાઇ રહી છે.સમગ્ર મામલાની જાણ થવાથી સૌપ્રથમ સિટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા પોતાની ટીમ સાથે બનાવના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, ત્યાં ઇજાગ્રસ્ત યુવાન ભાનમાં હોવાથી પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર મોહમ્મદભાઈ ખુરશી એ પોતાના ઉપર હુમલો કરવા અંગે જોડીયામાં રહેતા સલીમ યુનુસ ભાઇ કુરેશી સામે ફરિયાદ નોંધાવી હતી. જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સલીમભાઈની પત્ની કે જેની સાથે રિક્ષાવાળાને પ્રેમ સંબંધ હતો, અને તેઓ બન્ને મોબાઈલ ફોન પર વાતચીત કરતા હતા. જે અંગેની જાણકારી પતિ સલીમ ને થઈ જતાં પોતે રીક્ષા ચાલક મોહમ્મદભાઈને મારી નાખવાના ઇરાદે જોડીયા થી હેલ્મેટ પહેરીને સ્કૂટર પર જામનગર આવ્યો હતો, અને ગોવાળ મસ્જિદ પાસે મોકો ગોતીને આ હુમલો કરી દીધાનું જણાવ્યું હતું.

સૌ પ્રથમ પોતે હેલ્મેટ પહેરેલો હતો, અને તેની ઓળખ થઈ ન હતી, પરંતુ ઝપાઝપી દરમિયાન હેલ્મેટ નીકળી જતાં સલીમ કુરેસી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તેની સામે ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત હુમલાખોર આરોપી હાલ ભાગી ચૂક્યો છે, જે મામલે પોલીસે બી.એન.એસ. કલમ ૧૦૯ (૧), ૧૧૫ (૨), ૧૧૭(૧), ૩૫૨, ૩૫૧ (૩), તેમજ જીપીએક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.