જામનગરમાં ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો વિડીયો instagram અપલોડ કરનાર શખ્સ ઝડપાયો

0
4

ઈન્સ્ટાગ્રામ પર વિવાદિત વીડિયો વાયરલ કરનાર સચાણાનો શખ્સ ઝડપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૪ મે ૨૫, જામનગર તાલુકા ના સચાણા ગામના એક શખ્સે વિવાદિત વીડિયો ગઈકાલે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈ ડી પર થી વાયરલ કરતાં સાયબર ક્રાઈમ પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.હાલની સંવેદનશીલ ૫રિસ્થિતિ વચ્ચે નાગરિકોને સંયમ રાખવા અને અફવા ફેલાય કે રોષ પ્રસરે તેવી વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા તંત્ર દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવી રહી છે .તે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ધાસુરા તથા સ્ટાફ દ્વારા સોશિયલ મીડિયા પર બાજ નજર રખાઈ રહી છે. તેમાં ગઈકાલે ઈન્સ્ટાગ્રામ પર એક શખ્સ દ્વારા ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો અને અન્ય વિરોધ પ્રદર્શન કરતો વીડિયો મૂકવામાં આવ્યો હતો.તે વીડિયો અંગે તપાસ કરાતા જામનગર તાલુકાના સચાણા ગામનો નાઝીમ ઉર્ફે લાઝીમ અજીઝ ગજીયા નામના શખ્સે ભારતની અખંડિતતા, સાર્વભૌમત્વ એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતો વીડિયો વાયરલ કરનાર આ શખ્સ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.