જામનગરમાં સાંઢીયા પુલ પર ગેસ ટેન્કરની ઠોકરે એક કાર ડિવાઇડર પર ચડી ગઈ : સદભાગ્યે જાનહાની ટળી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ મે રપ, જામનગરમાં સાંઢીયા પુલ પર આજે સવારે દસેક વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.-૩ આર.ઝેડ. ૨૫૧૧ નંબરના ગેસ ટેન્કરના ચાલકે પોતાના કબજાનું ટેન્કર પૂરપાટ ઝડપે ચલાવીને આગળ જઈ રહેલી જી.જે. ૧૦ ડી.એ. ૦૬૧૧ નંબરની કારને પાછળથી ઠોકર મારી દીધી હતી, જેથી કાર ધડાકા સાથે અથડાયા બાદ ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી, અને માર્ગ પર આડી થઈ હતી.સદભાગ્યે આ અકસ્માતમાં કારમાં બેઠેલી વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઇજા થઈ ન હતી, અને ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું ટેન્કર છોડીને ભાગી છૂટ્યો હતો. પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે, અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.