જામનગરમાં એક વણિક મહિલા નો પતિ અને સસરાએ પગ ભાંગી નાખ્યો

0
5

જામનગરમાં સરુ સેક્શન રોડ પર રહેતી એક વણિક મહિલા અને તેના પુત્ર પર પતિ અને સસરાએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ મે ૨૫, જામનગરમાં સરું સેક્સન રોડ પર ગુલાબ એવન્યુમાં રહેતી વેજલબેન ભાવિકભાઈ શાહ નામની ૪૨ વર્ષની વણીક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઋષભ ઉપર લાકડી પડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ પતિ ભાવિક અમૃતલાલ શાહ અને સસરા અમૃતલાલ શાહ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાઈ છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વણિક મહિલાના ઘરમાં શોર્ટકીટ થયું હોવાથી તેણે એક ઇલેક્ટ્રિક કારીગરને ઘરમાં કામ કરવા માટે બોલાવ્યો હતો, જે કારીગર ઘરમાં કામ કરી રહ્યો હતો, જે દરમિયાન વેજલબેન ના સસરા અમૃતભાઈ તથા પતિ ભાવેશભાઈ આવી ગયા હતા, અને તેઓએ કહ્યું હતું કે આ કારીગરને શું કામ ઘરમાં બોલાવ્યો છે, તેમ કહી તકરાર કરી હતી, અને લાકડી લઈને સૌપ્રથમ કારીગર પર હુમલો કરતાં તે ભાગી છૂટ્યો હતો.ત્યારબાદ વેજલબેન ઉપર લાકડી વડે હુમલો કરાયો હતો. જેમાં તેણીને મૂઢ ઇજા થઈ હતી. દરમિયાન તેનો પુત્ર ઋષભ બચાવવા માટે વચ્ચે પડતાં પુત્રને પણ પતિ અને સસરાએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.