જામનગર જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા ને ધ્યાને લઈને મોકડ્રીલનું આયોજન હાથ ધરાશે

0
2

જામનગર જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા ને ધ્યાને લઈને મોકડ્રીલનું આયોજન હાથ ધરાશે

  • સમગ્ર જિલ્લામાં આવતીકાલે રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ સુધી સંપૂર્ણપણે બ્લેકઆઉટ રહેવાની તંત્ર દ્વારા જાહેરાત કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૫, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આવતીકાલ તારીખ ૭ મે ૨૦૨૫ ના રોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ મોકડ્રીલ યોજાશે, અને રાત્રિના ૮.૦૦ થી ૮.૩૦ સુધી બ્લેકઆઉટની તંત્ર દ્વારા જાહેરાત કરાઈ છે.જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિ કમિશનર ડી. એન. મોદી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી, જેમાં જામનગર શહેર-જિલ્લામાં પણ સુરક્ષા સંદર્ભે મોકડ્રીલ ની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે જામનગર જિલ્લાનું તંત્ર પણ સતર્ક છે, અને અગ્નિ સામક વિભાગ, મ્યુનિસિપલ વિભાગ, વિજતંત્ર,પી.ડબ્લ્યુ.ડી. તબીબ, ફાયર બ્રિગેડ સહિતના તમામ વિભાગોની ટિમ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.યુદ્ધના સમયે જોખમથી બચવા માટે આવતીકાલે યોજવામાં આવેલી મોક ડ્રીલ દરમિયાન હુમલા સમયે પોતાનો બચાવ કઈ રીતે કરવો, તે માટેની કાર્યવાહી ની જાણકારી અપાશે.ત્યારબાદ સાંજે ૪.૦૦ વાગ્યે હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવામાં આવશે, અને રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેકઆઉટ ની મોકડ્રીલ પણ કરવામાં આવશે, જેની જાહેરાત જિલ્લા કલેકટર કેતન ઠકકર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.