દરેડના લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં ૧૦૦૦ પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરતી જામનગર પોલીસ.

0
483

દરેડના લેન્ડ ગ્રેબિગ પ્રકરણમાં હજાર પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરતી જામનગર પોલીસ.

જામનગર શહેરના દરેડ માં જમીન કૌભાંડ નો પર્દાફાશ થયા બાદ લેન્ડ ગ્રેબિંગ ના કાયદા હેઠળ ગુનો નોંધાયા બાદ ધરપકડનો દોર શરૂ થતા મુખ્ય ભેજાબાજ વિજય માલાણી સહિત 49 ની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ અને આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એવા જયેશ પટેલ અને જાણીતા એડવોકેટ હિતેન અજુડિયા સહિત ૬૪ આરોપી પોલીસ ચોપડે ફરાર જાહેર થયેલ છે.

લન્ડ ગ્રેબિંગમાં  જામનગરના જાણીતા એડવોકેટ હિતેન અજુડીયા નું નામ ખુલતા વકીલ આલમમાં સારી એવી ચર્ચા જાગી છે.

આ સમગ્ર પ્રકરણમાં જામનગર પોલીસ દ્વારા કોર્ટ માં હજાર પાનાનું ચાર્જશીટ રજુ કરેલ છે.

ઉપરોક્ત પ્રકરણના  બાકી રહેતા તમામ ફરારી આરોપીને પકડવા  પોલીસ દ્વારા ચક્રો ગતિમાન  કર્યા છે.